તેજશ મોદી, સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી વાર PM બને તે માટે પદયાત્રા કરી સુરતના એક ઉદ્યોગપતિએ પગપાળા શિરડીની યાત્રા કરી. સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલ સુરતથી 300 કિમીનું અંતર કાપીને શિરડી પહોંચ્યા.
અત્રે જણાવવાનું કે મુકેશ પટેલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિકટના માનવામાં આવે છે. અનેક પ્રસંગોપાત તે પીએમ સાથે શુભેચ્છા મુલાકાત પણ કરે છે. આ ઉપરાંત પાટીદાર આંદોલનમાં સમાધાન થાય તે માટે પણ તેઓ સક્રિય હતા .બીજી બાજુ હાર્દિકની જેલમુક્તિ માટે પણ તેમણે રાજ્ય સરકાર સાથે મંત્રણા કરી હતી.
આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવવાની છે. તે પહેલા રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તેલંગણા, મિઝોરમ જેવા રાજ્યોમાં ચાલુ વર્ષે વિધાનસભા ચૂંટણી પણ યોજાવવાની છે. જેમાં ભાજપ માટે કપરા ચઢાણ માનવામાં આવી રહ્યાં છે. કારણ કે પાંચમાથી 3 રાજ્યોમાં હાલ ભાજપની સરકાર છે અને સત્તા વિરોધી લહેર જોવા મળી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે